છ મહિનાની સ્કૂલ ફી માફ કરવા ઉઠી માંગ સરકારના આદેશને ઘોળીને પી જતી સ્કૂલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 11:46:03
  • Views : 353
  • Modified Date : 2020-06-18 12:27:47

ગુજરાતમાં શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ ગુજરાત સરકારની સુચના અને શિક્ષણ મંત્રી સાથે કરેલી વાટાઘાટો છતાં ઉઘરાણી ચાલુ રાખી છે, જેથી વાલીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે પોલ ખોલનાર પ્રમુખ આશિષ કણજારીયા પોતે હાલ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આ પ્રશ્ને મેદાને ઉતર્યા છે. ત્યારે શિક્ષણમંત્રીથી લઈને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમની માંગણી માટે તેમણે જણાવ્યું છે કે જે સંસ્થાઓને ટોકન દરે
આપેલી હોય, સસ્તા દરે લોન આપી હોય અને તગડી ફી વસુલે અને વેપલો કરે તેવી કેવી રીતે ચાલે. કોરોના બીમારીના કારણે ઉદ્ભવેલી સ્થિતિથી  છેલ્લા ત્રણ મહિનાથી રોજગાર ધંધો નોકરી બંધ રહેલી છે. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓની સ્થિતિ કથળી ગઇ છે. ત્યારે દરેક ક્ષેત્રમાં સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મધ્યમ વર્ગીય લોકો માટે પણ છ મહિનાની ફી માફ થાય તેવું આયોજન જાહેર કરવું જોઈએ. રાજ્યમાં ૨૫ વર્ષથી દરેક જીવન જરૂરિયાતની
ચીજવસ્તુઓ ઉપર એજ્યુકેશન સેશરૂપે કરોડોની રકમ દર વર્ષે વાલીઓ પાસેથી વસુલ કરવામાં આવે છે. તો આવા કપરા સમયમાં છ મહિનાની ફી માફ કરવી જરૂરી છે. અગાઉ
પણ વિદ્યાર્થીઓના હિતમાં ૨૦૧૬ માં સંસ્થા દ્વારા કડકમાં કડક ચાઇલ્ડ એક્ટ કાયદો આવે તેવી અનેક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા ફી રેગ્યુલેશન એક્ટ ૨૦૧૭ માં કાયદો બનાવવાની જરૂર પડેલી હતી. જેથી કોરોના જેવી બિમારીના કારણે વેબસાઈટ દ્વારા ૧ લાખ ગુજરાતના વાલીઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે ૧૫ ઓગસ્ટ પછી સ્કૂલો ચાલુ કરવામાં આવે તે
 પહેલાં ગુજરાતના વાલીઓની શિક્ષણ બાબતે શું સંવેદના છે તે સરકાર જણાવે એવું પણ કણજારીયાએ જણાવ્યું છે. આ બાબતે લેખિતમાં વાલીઓએ મુખ્યમંત્રીને પણ પત્ર પાઠવ્યો છે અને હવે અનેક વિવિધ સંસ્થાઓના આગેવાનો જોડાઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News