પાલનપુર સીમલા ગેટ રોડ પર આડેધડ વાહનો પાર્કિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 10:03:02
  • Views : 309
  • Modified Date : 2020-10-24 10:03:02

પાલનપુરમાં આવેલા સીમલા ગેટ સર્કલ પાસે પોલીસ ચોકી હોવા છતાં ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો હેરાન
પરેશાન થઈ રહ્યા છે. સીમલા ગેટ સર્કલ ઉપર લોકો શાકભાજી તેમજ અન્ય કામથી આવતા હોય છે અને તે તમામ લોકો
પોતાના વ્હીકલ રસ્તા પર જ
 પાર્કિંગ કરી ચાલ્યા જાય ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના કારણે બીજા લોકો પણ હેરાન થઇ રહ્યા છે. જો અહીં
પોલીસ ચોકી હોવા છતાં પણ લોકો આડેધડ વાહન પાર્કિંગ કરી રહ્યા છે એનો મતલબ કે ત્યાં જે પોલીસ ચોકી છે તેની બેદરકારીના કારણે વાહનચાલકો જેમ મન ફાવે તેમ વાહનો પાર્કીંગ કરી રહ્યા છે. જેથી સીમલા ગેટ ચોકી પોલીસ આ બાબતે વાહન પાર્કિંગ કરનારને યોગ્ય દંડ ફટકારે તો આનો ઉકેલ આવી શકે તેમ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News