પૉર્ટ-એરપોર્ટ બાદ હવે જહાજ પણ ચલાવશે અદાણી, 1530 કરોડમાં ખરીદી લીધી ભારતની આ મોટી કંપની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 13:09:31
  • Views : 410
  • Modified Date : 2022-04-22 13:09:31

પૉર્ટ-એરપોર્ટ બાદ હવે જહાજ પણ ચલાવશે અદાણી, 1530 કરોડમાં ખરીદી લીધી ભારતની આ મોટી કંપની

 

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ થર્ડ પાર્ટી મરીન સર્વિસ ઉપલબ્ધ કરાવનારી લીડિંગ ભારતીય કંપની ઓસિયન સ્પાર્કલ (Ocean Sparkle) નો 100% હિસ્સો પોતાને હસ્તગત કર્યો છે. APSEZ એ પોતાની  પેટાકંપની અદાણી હાર્બર સર્વિસીસ (Adani Harbour Services) ના આધારે રૂ. 1,530 કરોડમાં તેને હસ્તગત કર્યો છે. કંપનીએ મરીન સર્વિસ સેગમેન્ટમાં પોતાની ઉપલબ્ધિ વધારવાની રણનીતિના હિસાબથી આ ડીલ કરી છે. આ કરાર (ડીલ) એક મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.

APSEZ ઓએસએલની 75 ટકાની ભાગીદારી માટે 1,135.30 કરોડ રૂપિયાની ચુકવણી કરશે. આ સાથે APSEZ ઓએસએલની 24.31 ટકાની ભાગીદારીના પરોક્ષ સંપાદન માટે 394.87 કરોડ રૂપિયાની ચુકવણી કરશે. આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવાની સાથે જ Ocean Sparkle અદાણી ગ્રુપની કંપની Adani Harbour Services ની પૂર્ણ માલિકીવાળી કંપની બની જશે.

એકીકૃત વ્યવસાય (Consolidated business) ડબલ થવાનું અનુમાન

APSEZ ના CEO અને પૂર્ણકાલિક નિર્દેશક કરણ અદાણીએ કહ્યું, 'OSL અને અદાણી હાર્બર સર્વિસીસના તાલમેલને જોતા કહી શકાય કે, માર્જિનમાં સુધારા સાથે આગામી પાંચ વર્ષમાં એકીકૃત વ્યવસાય ડબલ થઇ શકે છે. તેનાથી APSEZ ના શેર હોલ્ડર્સ માટે વધારે જબરદસ્ત વેલ્યુ ક્રિએટ થશે.' આ સાથે તેઓએ એમ પણ જણાવ્યું કે, આ સંપાદનથી કંપનીને અન્ય દેશોમાં પોતાની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.

જાણો Ocean Sparkle વિશે

Ocean Sparkle ની શરૂઆત 26 જુલાઇ, 1995 ના રોજ થઇ હતી. આ કંપની પોર્ટ ઓપરેશન અને મેનેજમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. તેમાં મરીન ક્રાફ્ટ્સનું ટેક્નિકલ મેનેજમેન્ટ પણ સામેલ છે. ભારત સિવાય OSLની વ્યવસાયિક પ્રવૃત્તિઓ શ્રીલંકા, સાઉદી અરબ, યમન, કતર અને આફ્રિકામાં પણ સામેલ છે.

 

Download Our B K News Today App



Related News