અદાણીએ પ્રેરણાદાયી દાખલો બેસાડયો : નાના પુત્રના સાદગીથી લગ્ન કરી 10 હજાર કરોડનું દાન કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-08 18:00:22
  • Views : 65
  • Modified Date : 2025-02-08 18:00:22

દેશના ટોચના અબજોપતિ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી ગઈકાલે વિવાહના બંધનમાં બંધાયા હતા. અમદાવાદમાં ખૂબ જ સાદગી અને પારંપરિક રીતે થયેલા લગ્નમાં ગૌતમ અદાણીએ સામાજિક કાર્યો માટે 10 હજાર કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યુ હતું. ખૂબજ ખર્ચાળ ડેસ્ટીનેશન વેડીંગના સમયમાં અદાણી પરિવારના આ લગ્ન એક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

લગ્ન સંપન્ન થયા બાદ અદાણીએ ‘એકસ’ પર પોસ્ટમાં લખ્યું- ઈશ્વરના આશીર્વાદથી જીત અને દીવા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ એક નાનો અને ખાનગી સમારોહ હતો એટલે અમે ઈચ્છવા છતા પણ બધા શુભચિંતકોને આમંત્રિત નહોતા કરી શકયા, એટલે માફી માગું છું.

તેમણે લગ્નની તસવીરો શેર કરીને નવ વિવાહિત યુગલ માટે આશીર્વાદ અને પ્રેમ માગ્યો. શાંતિગ્રામમાં જૈન પરંપરા મુજબ આયોજિત વિવાહમાં સીમિત સંખ્યામાં પરિવારના સભ્યો તેમજ મિત્રો સામેલ થયા હતા. કોઈ જાણીતી હસ્તીઓ કે નેતાને નહોતા બોલાવાયા.

સામાજીક કાર્યોમાં ખર્ચાશે દાનના પૈસા
સૂત્રોએ જણાવ્યું હતું કે, 10 હજાર કરોડ રૂપિયા કિફાયતી વિશ્વ સ્તરીય હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને ઉચ્ચ સ્તરની 12 સ્કૂલો અને કૌશલ વિકાસ પર ખર્ચવામાં આવશે.

Download Our B K News Today App



Related News