અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ 2022-23 માટે વીજળી વિતરણ કંપનીઓના પ્રદર્શન રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 14:46:08
  • Views : 116
  • Modified Date : 2024-03-12 14:46:08

તમને જણાવી દઈએ કે અદાણી ઈલેક્ટ્રિસિટી અદાણી ગ્રુપ નો એક ભાગ છે. તે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને છૂટક વીજ વિતરણનો સંકલિત વ્યવસાય છે. અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ ભારતમાં સૌથી મોટું અને સૌથી કાર્યક્ષમ વીજળી વિતરણ નેટવર્ક ચલાવે છે.સોમવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કેન્દ્રીય ઉર્જા અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી આર.કે.સિંઘ દ્વારા જાહેર કરાયેલ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ ના સંકલિત રેટિંગની 12મી આવૃત્તિમાં ટોરેન્ટ પાવર, સુરત બીજા ક્રમે અને ટોરેન્ટ પાવર, અમદાવાદ ત્રીજા ક્રમે છે.પાવર મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર, 55 ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાંથી 14ને સૌથી વધુ A+ રેટિંગ મળ્યું છે. ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશના એકમો A+/A શ્રેણીમાં હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે એકંદરે, 55 વિતરણ કંપનીઓમાંથી 14ને A+, ચાર A, સાત B, 13 B-, 11 C અને છને C- રેટ કરવામાં આવ્યા છે. કોઈપણ ડિસ્ટ્રિબ્યુશન કંપનીને ડીનું સૌથી ઓછું રેટિંગ મળ્યું નથી.આ ઉપરાંત, બે ખાનગી એકમો – TPNODL (ઓડિશા) અને DNHDPDCL (દાદર, નગર અને હવેલી, દમણ અને દીવ) ને પણ A+ રેટિંગ મળ્યું છે. જો કે, તેઓ મુખ્ય રેન્કિંગ સૂચિમાં સામેલ નથી કારણ કે તેઓએ કામગીરીના ત્રણ વર્ષ પૂરા કર્યા નથી. ગુજરાતના જાહેર ક્ષેત્રના પાવર એકમોમાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) ચોથા સ્થાને અને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) પાંચમા સ્થાને છે.અદાણી ગ્રુપ તેનું સૌથી મોટું રોકાણ ગુજરાત બહાર ઉત્તર પ્રદેશમાં કરશે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ આ માહિતી આપી છે. અદાણી ગ્રૂપ તેનું સૌથી મોટું રોકાણ ગુજરાત બહાર ઉત્તર પ્રદેશમાં કરશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોલતા કરણ અદાણીએ કહ્યું કે અમારું વિઝન મોટું અને દૂરગામી છે. માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય 2047-48 સુધીમાં વાર્ષિક 3.8 કરોડ મુસાફરોને સેવા આપવા માટે એરપોર્ટની ક્ષમતાને વિસ્તૃત કરવાનો છે. આનાથી 50,000 થી 60,000 લોકો માટે રોજગારીનું સર્જન થશે.

Download Our B K News Today App



Related News