ભાટગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડતી અડાલજ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:41:26
  • Views : 303
  • Modified Date : 2021-03-18 11:41:26

ગાંધીનગરની ભાટગામની સીમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી
પાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અડાલજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કોબા ચોકડી વિસ્તારમાં ખાનગી વાહનમાં
પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આશિષકુમારને બાતમી મળતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભાટગામની સીમમાં આવેલા એ.પી.એસ. સ્કૂલ
પાસે ખોડીયાર નર્સરીનું પોસ્ટર લગાવેલ. ખેતરની કિનારીએ વાડમાં લાલો ઉર્ફે લલ્લુ સિંધી જે અમદાવાદ ખાતે રહે છે. જેણે ઈંગ્લીશ દારૂનો જથ્થો ખેતરની અંદર સંતાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે જગ્યા ઉપર રેડ કરતા પરપ્રાંતના વિદેશી દારૂની નાની મોટી બોટલો થઈને ફુલ ૫૪૪ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ૮૭,૫૮૮ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

Download Our B K News Today App



Related News