મામી સાથેના આડા સંબંધોમાં ભાણેજની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 12:20:08
  • Views : 1248
  • Modified Date : 2020-07-01 12:20:08

થરાદ તાલુકાના હાથાવાડા ગામમાં મામી સાથેના આડા સંબધોમાં આડખીલી બનતાં સગાભાઇએ મામી અને મામીના દીકરા સાથે મળી ભાઇની હત્યા કરી લાશને સળગાવી  હાડકા કોથળામાં ભરી કેનાલ નજીક નાખી દીધા હતા. જે અંગે સૌથી નાનાભાઇએ મામી સહિત 3 વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. થરાદના જાણદી ગામના સવદાસ ભાઇ કાનજીભાઇ પટેલને  હાથાવાડા ગામની તેની મામી ધુડીબેન સાથે આડા સંબંધ હતી. જેમાં  સવદાસનો મોટોભાઇ શિવદાસ આડખીલી રુપ બનતો હતો. જેને લઇ મામી અને સવદાસે શિવદાસનો કાંટો કાઢી નાંખવાનો પલાન ઘડયો હતો. જે મુજબ ગત 19 મી જુને શિવદાસ તેની હાથાવાડા મામીના ઘરે આવતાં મામીએ સવદાસને ફોન કરી બોલાવી લીધો હતો. અને ઘરની બહાર સુઇ રહેલા શિવદાસના કપાળમાં કુહાડીના પાંચ જેટલા ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ શિવદાસની લાશને મામી અને મામીના દીકરા દિલિપ સાથે મળી કોથળામાં ભરી ખેતરમાં પડેલા જીરાની ડાંખળીમાં નાંખી સળગાવી દીધી હતી. જે બાદ વધેલા હાડકાને ગોદડાના ખોળીયામાં ભરી વામી ગામ પાસે નર્મદા કેનાલ નજીક  ફેંકી દીધા હતી. જોકે શિવદાસ 2 દિવસ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે પગેરું મેળવ્યું હતું અને કડકાઇથી પૂછપરછ કરતા હચમચાવી નાખે તેવી હત્યાની આ ક્રૂર ઘટના સામે આવી હતી. જે મામલે મૃતકના નાના ભાઈ 21 વર્ષીય અશોક પટેલે મોટાભાઈ સવદાસભાઇ કાનજીભાઈ પટેલ, મામી ધુડીબેન રખાભાઇ વજેસિંહ ભાઈ પટેલ, અને મામીનો દીકરો દિલીપ રખાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ત્રણેય સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્રણેય હત્યારાના કોરોના રિપોર્ટ આવ્યા બાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી કરાશે. મૃતક શિવદાસભાઇ 19 જુને ખેતરેથી થરાદ જવાનુ કહી બે દિવસ સુધી પરત ન ફરતાં નાનાભાઇએ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ સંપર્ક ન થઇ શકતાં પોલીસ મથકે જાણ કરાઇ હતી. 11 દિવસની પોલીસની ભાઈની ઉલટ તપાસમાં તે પોપટની જેમ બોલી જતા ભેદ ઉકેલાઈ ગયો હતો.  મૃતક યુવાન મામી સાથેના આડાસંબધોમાં આડખીલીરૂપ બનતો હતો સવદાસે જ તેના મોટાભાઇ શિવદાસની હત્યા કરી હોવાનુ પોલીસ સમક્ષ કબુલી લીધુ હતુ.અને મામી સાથે આડા સંબધોમાં આડખીલીરૂપ બનતો હોવાને લઇ હત્યા કરી હોવાનુ કબુલ્યુ હતુ. ત્રણેય આરપોઅીએ હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો એ જગ્યાએથી  હાડકાનો જથ્થો કબજે લેવાયો છે અને એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓના કોવિડ ટેસ્ટ બાદ અટકાયત કરી કાર્યવાહી  હાથ ધરાશે. >જે.બી. ચૌધરી પીએસઆઇ

Download Our B K News Today App



Related News