અભિનેત્રી કંગના રનૌતએ રાજકારણમાં પ્રવેશતાની સાથે જ બીજી મર્સિડીઝ ખરીદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-08 13:49:32
  • Views : 181
  • Modified Date : 2024-04-08 13:49:32

કંગના રનૌત આજકાલ પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભા ઉમેદવાર તરીકે કંગનાને ભાજપે ટિકિટ આપી છે.  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં પ્રવેશતા જ એક લક્ઝરી કાર ખરીદી છે.બોલિવૂડની ક્વિન અને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની નવી લક્ઝરી કારમાં સવારી કરતી જોવા મળી હતી. અભિનેત્રી કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છ.અભિનેત્રી પાસે પહેલેથી જ મર્સિડીઝ મેબેક S680 છે. તાજેતરમાં તેણે તેની બીજી મેબેક મર્સિડીઝ-મેબેક જીએલએસ ખરીદી. તેની કિંમત 2 કરોડ 43 લાખ રૂપિયા છે. કંગનાએ 3 કરોડ 6 લાખ રૂપિયામાં Maybach S680 ખરીદી હતી.

કંગના રનૌત રવિવારે મુંબઈમાં તે તેની નવી મર્સિડીઝ મેબેક લઈને જોવા મળી હતી. અભિનેત્રી સલૂનમાંથી બહાર નીકળતી વખતે સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ સમયે તેની નવી કારે પાપારાઝીનું ધ્યાન આકર્ષિત કર્યું અને તેઓએ અભિનેત્રીની નવી કાર સાથે કંગનાની તસવીરો ક્લિક કરી. તમને જણાવી દઈએ કે રાજકારણમાં આવ્યાના થોડા જ દિવસોમાં કંગના રનૌતે નવી કાર ખરીદી છે. તે મંડીથી ભાજપ માટે ચૂંટણી લડી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કંગના તેની નવી કારમાં બેસતા પહેલા તસવીરો માટે પોઝ આપતી જોવા મળી હતી. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કંગના રનૌત સફેદ રંગની મર્સિડીઝ બેન્ઝ મેબેક જીએલએસમાં બેઠી હતી. કંગના ગયા મહિને ભાજપમાં જોડાઈ હતી. મંડીમાં ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં અભિનેત્રી રેલીઓમાં વ્યસ્ત છે. જો કે કંગના રનૌતે કારની કિંમત અંગે કોઈ માહિતી આપી નથી. કંગના રનૌતના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો પણ ઉમેરો થયો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત છેલ્લે ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના છે. ફિલ્મ ‘ઇમર્જન્સી’ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થશે.

 

Download Our B K News Today App



Related News