ડીસામાં ભારતીય કિશાન સંઘના કાર્યકરો ધરણાં પર ઉતરી આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 12:04:00
  • Views : 248
  • Modified Date : 2022-01-12 12:06:08

 

ડીસામાં આજે ભારતીય કિશાન સંઘના કાર્યકરો ધરણાં પર ઉતરી આવ્યા હતા.. અને જમીન રી સર્વે કરવા ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને સીપૂ ડેમમાં પાણી નર્મદાનું પાણી લાવીને નદીમાં છોડવાની માંગ કરી હતી.. અને સરકાર દ્વારા તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં ચૂંટણીનોપ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી..

 

ખેડૂતોના પ્રશ્નો માટે લડત ચલાવી રહેલી ભારતીય કિસાન સંઘ હંમેશા ખેડૂતોના પ્રશ્નોનો અવાજ ઉઠાવતી હોય છે.. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની જમીનના કરવામાં આવેલા સરવેમાં ખામીઓ હોવાના લીધે સર્વેની કામગીરી નવેસરથી કરવાની માંગ કરી છે.. ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તરને પગલે બનાસ નદીને સજીવન કરવાની માંગ કરી છે.. બનાસ નદીને સજીવન કરવા માટે જિલ્લાના સીપૂ જળાશય અને દાંતીવાડા જળાશયને નર્મદાના જળાશયથી ભરવામાં આવે અને ત્યારબાદ જળાશયનું તમામ પાણી નદીમાં છોડવાની માંગ કરી છે.. માંગણીઓને પગલે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસાની મામલતદાર કચેરી આગળ ધરણાં શરૂ કરી દીધા હતા અને બાદમાં ડીસાના મામલતદારને ધરણાં સ્થળ પર બોલાવીને તેમની માંગણીઓ સાથેનું આવેદન પત્ર પાઠવ્યું હતું..

બનાસકાંઠા જીલ્લામાં બનાસ નદી સુકાઈ જવાના લીધે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે.. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસ નદીને સજીવન કરવાની માંગ કરવામાં આવી રહી છે અને પ્રશ્ન અંગે ગંભીરતા દર્શાવે તે ખૂબ જરૂરી છે.

Download Our B K News Today App



Related News