ભીલડી હાઈવે પર રાત્રી દરમિયાન લુટ કરતી ટોળકી સક્રિય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 11:07:29
  • Views : 564
  • Modified Date : 2021-08-13 11:10:45

     છેલ્લા કેટલાય સમય થી ભીલડી થી ડીસા હાઈવે રોડ ઉપર લુંટ કરતી ટોળકી સક્રિય થતા છેલ્લા એક મહિનાની અંદર ત્રણ થી વધુ લોકોને હથિયાર બતાવી રાત્રિના સમયે લુંટ કર્યા ના બનાવો બનતા સમગ્ર પંથકમાં ભય નો માહોલ પ્રસરી ગયો છે.

કોઈ બહાના બનાવી ટોળકી ના માણસો વાહન ચાલકને રોકીને રાત્રી નો લાભ લઇ તેમના જોડેથી રૂપિયા તેમજ મોબાઇલ જેવી ચીજ વસ્તુઓ લુંટી લેવાં આવે છે આવોજ કઇક બનાવ ગઈકાલે રાત્રિના ૧૧ વાગ્યા આજુબાજુ ના સમયે ખેટવા નજીક બે યુવાન કિરણભાઈ ડાયાભાઇ નાઈ અને કિરણભાઈ પસાભાઈ નાઈ રહે ખેટવા પોતાના ઘરે માતાજીનું જાગરણ હોવાથી ભીલડી બજારમાં દૂધની થેલીઓ લેવા જતા હતા તે દરમિયાન રાત્રિના સમયે ચાર ઈસમો બાઇકને ઉભુ રખાવીને તેમની સાથે ગાળાગાળી તેમજ મારપીટ કરી અને મોટા મોટા હથિયાર બતાવી એક એન્ડ્રોઇડ મોબાઇલ જેની અંદાજિત કિંમત ૧૪૯૯૯ રૂપિયા તેમજ ૯૫૦૦ રોકડા રૂપિયા લઈ લીધા હતા.જે બાબતે ભીલડી પોલીસમાં  અરજી આપતા પોલીસે અરજીના આધારે આગળ ની કાર્યવાહી  હાથ ધરી છે.

ભીલડી હાઈવે પર લુંટ ચલાવતી ટોળકી સક્રિય હોવા છતો પોલીસની નિષ્ક્રિયતા ભૂમિકાને લઈને લૂંટ ચલાવવામાં મોકળું મેદાન મળી ગયું છે પોલીસ નો ડર વિના હથિયારો લઈ લોકો ને લૂંટી રહી છે તો આવી ટોળકી સામે પોલીસે પણ પેટ્રોલીંગ કરી કાયદાનો પાઠ ભણાવે તેવી માગ ઉઠી છે.

 

Download Our B K News Today App



Related News