બનાસકાંઠા જીલ્લા ની નવે નવ વિધાનસભા બેઠક પર કમળ ખીલવવા કાર્યકરોને આહવાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 11:23:08
  • Views : 310
  • Modified Date : 2022-04-07 11:23:08

માલગઢ ખાતે બનાસકાંઠા જીલ્લા ભાજપ ના સક્રિય કાર્યકરો નું મહા સંમેલન યોજાયું

 

ભારતીય જનત પાર્ટીના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ બનાસકાંઠાના ડીસાના માલગઢમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના સક્રિય સભ્યોનું મહા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લાની 9 વિધાનસભા વિસ્તારના સક્રિય સભ્યોને સક્રિય સભ્ય નિ કાર્ડ વિતરણ કરાયા હતા.

બનાસકાંઠા જીલ્લાની તમામ 9 વિધાનસભા બેઠકના મંડલ અને શહેર સંગઠન સભ્યોને સક્રિય સભ્ય કાર્ડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ઉપસ્થિત પાર્ટીના સૌ સક્રિય કાર્યકરોને વરચુઅલ સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠામાં ભાજપના સક્રિય કાર્યકરોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા ઉપસ્થિત ગુજરાત સરકાર ના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા, બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી, ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર, સુરેશ શાહ, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, માલધારી સેલ ના પ્રદેશ સંયોજક સંજયભાઈ દેસાઈ,મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર, કનુભાઈ વ્યાસ,  કૈલાશભાઈ ગેહલોત, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો સંખ્યામાં ઉપસ્થિ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સંમેલનને સંબોધતા સૌ સક્રીય કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે સંગઠિત થઈ કામે લાગવા આહવાન કર્યું હતું.

Download Our B K News Today App



Related News