વડોદરામાં કોંગ્રેસની ભૂંડી હાર થતાં પ્રમુખ સામે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો, યુવા નેતાઓને શહેર કોંગ્રેસની કમાન સોંપવા માગ ઉઠી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 14:26:53
  • Views : 306
  • Modified Date : 2021-02-24 14:26:53

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં પ્રમુખ સામે પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે. અને કોંગ્રેસને બેઠી કરી શકે તેવા લડવૈયા યુવા નેતાઓને કમાન સોંપવા માટે કાર્યકરોમાં માગ ઉઠી છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનના પરિણામો આવી ગયા બાદ કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સ્વિકારીને પ્રદેશ પ્રમુખને પોતાનું રાજીનામું મોકલાવી દીધું હતું. તે સાથે અન્ય હોદ્દેદારોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાના હોદ્દાઓ ઉપરથી રાજીનામા મોકલી આપવામાં આવ્યા હતા.

    છેલ્લા 5 વર્ષના શાસનકાળ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ(ટીકો) કોંગ્રેસને વડોદરામાં મજબૂત કરવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયા છે. તેઓના શાસનકાળ દરમિયાન આવેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવામાં તેઓ નિષ્ફળ ગયા છે. એતો ઠીક કોર્પોરેશનની પેટાચૂંટણીમાં કોંગ્રેસની સીટ જાળવી રાખવામાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા, ત્યાર બાદ આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી ભૂંડી હારથી કાર્યકરોમાં પ્રમુખ સામે ભારે રોષ શરૂ થયો છે અને કાર્યકરો દ્વારા લડવૈયા યુવા નેતાઓને કોંગ્રેસની કમાન સોંપવાની માંગણી કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનની ચૂંટણીઓમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ટિકિટોની ફાળવણી મુદ્દે પણ ભારે આક્ષેપો થયા હતા. એટલે સુધી આક્ષેપો થયા હતા કે, કોંગ્રેસ પ્રમુખે ભાજપ સાથે હાથ લાવીને કેટલાક વોર્ડમાં નબળા ઉમેદવારોને ટિકિટો આપી હતી. એતો ઠીક કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડના ઉમેદવારોને મળીને તેઓને હિંમત પૂરી પાડવાનું પણ કામ કર્યું નથી. માત્રને માત્ર પોતાની ચેમ્બર્સમાં બેસીને કોંગ્રેસની સ્થિતીનો તમાશો જોયો હતો. જેનું પરિણામ ચૂંટણીમાં જણાઇ આવ્યું છે.

    મહત્વની બાબત એ પણ છે કે, કોર્પોરેશનની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો 14 સીટો ઉપર વિજય થયો હતો. આ વખતે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની નિષ્ફળતાના કારણે કોંગ્રેસ 14થી વધુ સીટો લાવવાની વાત બાજુ ઉપર 50 ટકા સીટો ઉપર આવી ગયું છે કે, એટલે કે, માત્ર 7 બેઠકો ઉપર સમેટાઇ ગઇ છે. કોર્પોરેશનની ચૂંટણીમાં થયેલા ભૂંડી હારને પગલે કોંગ્રેસ કાર્યકરોમાં સન્નાટો છવાઇ ગયો છે અને હવે વડોદરા કોંગ્રેસમાં લડવૈયા અને યુવા નેતાને કમાન સોંપવાની માગ ઉઠી રહી છે. વડોદરામાં હવે કોંગ્રેસની માગ યુવા નેતા ઋત્વિજ જોષી, વ્રજ પટેલ, અમીત ગોટીકર, જીતેન્દ્ર સોલંકી(પપ્પુ) જેવા લડવૈયા નેતાઓને કમાન સોંપવા કાર્યકરોમાં માગણી ઉઠી છે.


Download Our B K News Today App



Related News