ડીસાના નવા બસ સ્ટેન્ડમાંથી એક્ટિવાની થઈ ઉઠાંતરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 12:00:57
  • Views : 342
  • Modified Date : 2022-05-03 12:00:57

 

અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ....

 

ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતે અવારનવાર વાહનોની ઉઠાંતરી ની ઘટના સામે આવે છે ત્યારે આજે વધુ એક ડીસાના નવા બસ સ્ટેન્ડમાંથી એક્ટિવાની અજાણ્યો શખ્શ ચોરી કરી ફરાર થઈ જતા ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે...

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રિય થઇ હોય અને પોલીસ સામે પડકાર કરતી હોય તેમ એક પછી એક વાહનોની ઉઠાંતરી ને ઘટનાને અંજામ આપી રહી છે તેમજ ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતેથી એક પછી એક વાહનોની ઉઠાંતરી ની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતેથી એક્ટિવાની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઇ છે.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરીને ડીસા શહેરમાં વાહન ચોરીની ટોળકી સક્રિય બની હોય તેમ એક બાદ એક અનેક વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસાની અમી સોસાયટી ખાતે રહેતા. યોગેશકુમાર ચંદુલાલ રાવલ લોરવાડા ખાતે જીઈબી સબ સ્ટેશનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનું એકટીવા નંબર GJ-08-S-6315 પોતાનું એકટીવા લઇ તેમની દીકરી સાથે પાલનપુર કામ અર્થે જવાનો હોવાથી તેમનું એકટીવા ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતે પાર્ક કરી ડીસા ના નવા બસ સ્ટેન્ડમાંથી બસમાં બેસી પાલનપુર ગયેલ જે બાદ સાંજે પરત ડીસા  ફરતા તેમને જ્યાં પોતાનું એકટીવા નંબર GJ-08-S-6315 વાળુ પાર્ક કર્યું હતું તે જગ્યાએ જોવા મળતા યોગેશકુમાર રાવલે આજુબાજુ તપાસ હાથ ધરી હતી પરંતુ પોતાનું એકટીવા મળી આવેલ નહીં જે બાદ યોગેશકુમાર રાવલ ને જાણ થઇ કે તેમનું એકટીવા અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયેલ છે જે બાદ યોગેશકુમાર ચંદુલાલ રાવળ ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News