પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક રાધનપુર હાઇવે માર્ગ પર આવેલા બનાસ નદીના પુલ ઉપર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 11:34:17
  • Views : 298
  • Modified Date : 2021-05-24 11:34:17

    એક તરફ કોરોનાવાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે એક તરફ કોરોનાવાયરસની મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે એક તરફ લોકો કોરોનાવાયરસની મહામારીમાં જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ વારંવાર સર્જાતા અકસ્માતમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે...ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક બનાસ નદીના પુલ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં મહિલાને ટ્રેલરની ટક્કર વાગતા એક બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું...જયારે એક્ટિવા ચાલક મહિલા પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે મહેસાણા રીફર કરાઈ છે.


    પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક રાધનપુર હાઇવે માર્ગ પર આવેલા બનાસ નદીના પુલ ઉપર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સમીના ગોચનાદ ગામમાં રહેતા અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી ઇજાગ્રસ્ત થઈ હતી...જેને વધુ સારવાર માટે મહેસાણા રીફર કરવામાં આવી હતી. તો એક્ટિવાની પાછળ બેઠેલ મોટી બહેન કાર સાથે ટકરાયા બાદ તે બાજુમાંથી પસાર થતા ટ્રેલર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. અને ઇજાગ્રસ્ત મહિલા પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News