ગાંધીનગરમાં ૬૧ કોરોના પોઝિટિવ, એકટીવ દર્દીઓ ફરી વધીને ૫૨૦

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-23 10:40:35
  • Views : 336
  • Modified Date : 2020-11-23 10:40:35

ગાંધીનગર જિલ્લામાં દિવાળીનાં તહેવારો પછી થઈ રહેલાં કોરોના વિસ્ફોટ દિવસેને દિવસે વધી જ રહયો છે. જેમાં ગતરોજ પણ કોરોનાના નવા
પોઝિટિવ કેસો વધીને ૬૧ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ નોંધાયેલાં ૩૧ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૨ અને દહેગામમાં ૮ અને કલોલ તાલુકામાં ૭ નવા કેસો નોંધાયા છે. જ્યારે ગાંધીનગર શહેરમાં ગતરોજ પણ નવા ૩૦  પોઝિટિવ કેસો નોંધાયા છે.  ગાંધીનગર જિલ્લામાં ગતરોજ ૬૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગાંધીનગર ગ્રામ્યમાં નોંધાયેલા ૩૧ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૨ કેસો નોંધાયાં છે. જેમાં ગાંધીનગર નજીક આવેલા ઉવરસદમાં ૩ કેસો નોંધાયા છે. જ્યારે કુડાસણમાં નવા બે કેસો નોંધાયા છે. આ ઉપરાંત વાવૉલ, અડાલજ, સુઘડ, ખોરજ, સરગાસણ, ગોળવંટા અને સોનારડામાં નવા એક એક કેસો નોંધાયા છે.

ગતરોજ ગાંધીનગર તાલુકામાં ૯ વર્ષનાં વિદ્યાર્થીથી લઈ ૮૬ વર્ષીય વૃદ્ધ સંક્રમણનો ભોગ બન્યાં છે. દહેગામમાં ગતરોજ નોંધાયેલાં ૮ કેસોમાં શહેરમાં ૪ કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત તાલુકાનાં નાંદોલમાં બે તેમજ ધારીસણાં અને ઝીંડવામાં એક એક નવાં કેસો નોંધાયા છે. જ્યારે કલોલ તાલુકાનાં શોભાસણમાં ૩ અને શહેરમાં નવા બે કેસો નોંધાયા છે. આ ઉપરાંત છત્રાલ અને રંચારડામાં નવા એક એક કેસો નોંધાયા છે. માણસા શહેર ઉપરાંત માણસા તાલુકાનાં લોદરા, દેલવાડ અને ભીમપુરામાં નવા એક એક કેસો નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને ફરી એકવાર ૧૬૨ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્યમાં આજે માત્ર ૯ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૨૬૮૮ ને રજા આપવામાં આવી છે. 

ગાંધીનગર શહેરમાં ગતરોજ ૩૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં આજે જીઈબીમાં એકસાથે ૮ કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. જ્યારે સેક્ટર ૧, ૭, ૧૨ અને ૨૮માં ૩ - ૩ તેમજ સેક્ટર ૬માં ૨ નવાં કેસો નોંધાયા છે. આ ઉપરાંત સેક્ટર ૨, ૪, ૫, ૧૪, ૧૯, ૨૩, ૨૭ અને ૩૦મા નવા એક એક કેસો નોંધાયા છે.

Download Our B K News Today App



Related News