અંતરીયાળ વિસ્તારની સગીરા સાથે ત્રાસ આચરનાર તેમજ દુષ્કર્મ કરનાર ચાઇલ્ડ વેરફેર કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 10:54:47
  • Views : 281
  • Modified Date : 2021-06-25 10:54:47

     અંતરિયાળ વિસ્તારની સગીરાને તેના પિતા અને મામાએ બાળલગ્ન કરાવ્યા બાદ છુટાછેડા અપાવી રૂપિયા 60 હજારમાં વેચી દેવામાં આવી હતી. જેના ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ. આ સગીરાને બુધવારે નારી સંરક્ષણ કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. અને ચાઇલ્ડ વેરફેર કમિટીના રિપોર્ટ બાદ તેણીના ઉપર ત્રાસ ગુજારનારા સહિતના શખ્સો સામે પોલીસ, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા સહિત બાળકોને લગતાં વિભાગો દ્વારા કાર્યવાહી થશે.

     આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, સગીરાના કાકા તેણીને લેવા માટે આવ્યા હતા. જોકે, કિસ્સામાં સગીરાના કાઉન્સિલીગ, તેના વર્તનનો અભ્યાસ તેમજ ઘર-તપાસ માટે તેને નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકવામાં આવી છે. આ અંગે જીલ્લા સમાજસુરક્ષા અધિકારી મનિષભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, ચાઇલ્ડ વેર ફેર કમિટીના રિપોર્ટ બાદ પોલીસ, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા સહિત બાળકોને લગતાં વિભાગો દ્વારા કસુરવારો સામે બાળલગ્ન પ્રતિબંધની કલમો મુજબ કાર્યવાહી થશે. આ ઉપરાંત સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનારા શખ્સો સામે પોસ્કો સહિતની કલમો હેઠળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવશે. આ અંગે વકીલ પી. એ. ઠાકોરે જણાવ્યું હતુ કે,સગીરાના કાકાને સાથે રાખીને પાલપુર વેલફેર કમિટિમાં રજૂ કરી છે. જેમાં સગીરાના બાળ લગ્ન કરાવનારા, તેણીની ઉપર દુષ્કર્મ ગુજારનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવા માટે રજૂઆત કરી છે.

Download Our B K News Today App



Related News