બોલિવૂડ અભિનેત્રી જેકલિન પર એક્શન: ED એ 7 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી, જાણો શું છે સમગ્ર કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 14:09:05
  • Views : 570
  • Modified Date : 2022-04-30 14:09:05

બોલિવૂડ અભિનેત્રી જેકલિન પર એક્શન: ED 7 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી, જાણો શું છે સમગ્ર કેસ

 

બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાંડિસ વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. સમાચાર આવી રહ્યા છે કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ કેસમાં ઈડીએ અભિનેત્રીની 7 કરોડથી વધારેની સંપત્તિ ટાંચમાં લીધી છે. હાલામં જ ઈડીએ પાંચ વર્ષ જૂના છેતરપીંડીના કેસમાં ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. આ અગાઉ પણ 215 કરોડ રૂપિયાની વસૂલી કેસમાં ઠગને પહેલા પણ દબોચી લેવામાં આવ્યો હતો.

 

મીડિયા રિપોર્ટ અનુસાર, ED એ અભિનેત્રીની કુલ 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. તેમાંથી 7.12 કરોડ રૂપિયાની એફડી પણ સામેલ છે. ઈડીએ અનુમાન લગાવ્યું છે કે, સુકેશે બળજબરીથી વસૂલી કરેલા રૂપિયા જૈકલિનને 5.71 કરોડ ગિફ્ટમાં આપ્યા હતા. ઠગે 1 લાખ 73 હજાર અમેરિકી ડોલર અને 27 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરની આસપાસ રકમ અભિનેત્રીના નજીકના લોકોને આપ્યા હતા. 

 

અગાઉ પણ જેકલિન સાથે થઈ હતી પૂછપરછ

આ અગાઉ પણ એજન્સી ઈડીએ જેકલિન સાથે પૂછપરછ કરી ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર સુકેશ સાથે કનેક્શનને લઈને અભિનેત્રીએ ઈડીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી સુકેશના સંપર્કમાં છે અને ઠગે તેમણે જણાવ્યું હતું કે, તે જયલલિતાના પરિવારમાંથી આવે છે. અભિનેત્રીએ કહ્યું કે, હું ફેબ્રુઆરી 2017થી સુકેશ સાથે વાત કરી રહી છું. ઓગસ્ટ 2020માં તેણે મને કહ્યું હતું કે, તે સન ટીવીનો માલિક છે અને જયલલિતાના રાજકીય પરિવારમાંથી આવે છે. 

 

 

Download Our B K News Today App



Related News