10 રૂપિયાનો સિક્કો ન સ્વીકારનાર વિરૂદ્ધ થઈ શકે કાર્યવાહી, અફવાઓથી બચવા વિનંતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-07 16:23:35
  • Views : 90
  • Modified Date : 2023-10-07 16:23:35

સુરેન્દ્રનગરમાં છેલ્લા અનેક સમયથી 10 રૂપિયાના સિક્કા બાબતે શહેરમાં ખોટી અફવા ફેલાતા વેપારીઓ, દુકાનદારો સહિત અન્ય લોકોએ 10 રૂપિયાનો સિક્કો લેવાનું બંધ કર્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી અલગ-અલગ પ્રકારની ખોટી અફવાઓ ફેલાઈ રહી છે.ખોટી અફવામાં આવી વેપારીઓ 10 રૂપિયાના સિક્કાને નકલી ગણીને લેવાની મનાઈ કરી રહ્યા હતા. જેને ધ્યાનમાં લઈને પહેલા રિઝર્વ બેંકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 10 રૂપિયાના કોઈપણ સિક્કાઓ નકલી નથી, માર્કેટમાં રહેલા તમામ સિક્કાઓ અસલી છે.રિઝર્વ બેંક દ્વારા અલગ-અલગ કુલ 14 પ્રકારના ડિઝાઈનમાં 10 રૂપિયાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે. આ તમામ સિક્કાઓની ડિઝાઇનમાં દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતી થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.10 રૂપિયાના સિક્કામાં તમામ પ્રકારની ડિઝાઇનના કાયદેસર માન્ય ચલણી સિક્કાઓ છે અને 10 રૂપિયાના સિક્કાને વ્યવહારમાં તેને સ્વીકારવો પડી શકે છે. વેપારીઓ, દુકાનદારો સહિત અન્ય લોકો કોઈપણ સંકોચ વિના તમામ વ્યવહારોમાં 10 રૂપિયાના સિક્કાઓનો સ્વીકાર કરવાનો રહેશે.જો કોઈ વ્યક્તિ 10 રૂપિયાના ભારતીય ચલણ સ્વીકારતું નથી, તો EDEની કલમ 124(અ) મુજબ રાજદ્રોહનો કેસ અને કલમ 188 મુજબ જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો અને આદેશોનું પાલન ન કરવું તેના મુજબ કાનૂની કાર્યવાહી થશે. ભારતીય દંડ સંહિતાની કલમ 489(A)થી 489(E) મુજબ નોટ કે સિક્કાના નકલી ચલણ, નકલી નોટ કે સિક્કા માર્કટમાં ચલાવવા અને યોગ્ય સિક્કા લેવાની મનાઈ કરવી એ કાનૂની અપરાધ છે.આ કલમના આધારે કોઈ વિધિક ન્યાયાલય દ્વારા આર્થિક દંડ, જેલ કે બંનેની જોગવાઈ કરવામાં આવી છે. સિક્કો નકલી છે એવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ પણ RBIના નિયમો ઉપરાંત IPCની કલમ 505 હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમજ વધુમાં 3 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.મહત્વનું છે કે, ભારતમાં હાલ 1 રૂપિયાથી વધુ મૂલ્યના સિક્કાઓ કાયદેસર રીતે માન્ય ચલણી સિક્કાઓ છે. દુકાનદારો વેપારીઓ કે અન્ય કોઈ લોકો તેને લેવાની ના પાડી શકતા નહીં. સરકાર દ્વારા માન્ય ચલણી સિક્કા ન સ્વીકારવા એ ગુનો બને છે. સિક્કાઓ ભારત સરકાર દ્વારા માર્કેટમાં મુકવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ, વેપારી અથવા સંસ્થા સિક્કા લેવાની મનાઈ કરે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે, તે ભારત સરકારના આદેશોનું પાલન કરવાની મનાઈ કરે છે. માટે તે વ્યક્તિ, સંસ્થા, વેપારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

Download Our B K News Today App



Related News