સીઆરપીએફ એકસો પાંત્રીસ મહિલા બટાલિયન દ્વારા સિવિક એક્શન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 12:22:20
  • Views : 379
  • Modified Date : 2020-04-24 12:22:20

કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડત આપવા ગાંધીનગર સી.આર.પી.એફ.ની એકસો
પાંત્રીસ મહિલા બટાલિયન ધ્વારા ગાંધીનગરના લેકાવાડા ગામમાં ગ્રામજનોને મહામારીથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપી
બીપીએલ કાર્ડધારકો સહિત અન્ય ગ્રામજનોને જરૂરી કીટ વિતરણ તેમજ સેનીટાઈજેશન સ્પ્રે મશિન ભેટ આપવાના ભાગરૂપે સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે સીઆરપીએફ ૧૩૫ મહિલા બટાલિયનના ઉપ કમાન્ડન્ટ શિવમહિન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કમાન્ડન્ટ મમતાસિંહના માર્ગદર્શન હેઠળ લેકાવાડા ગામમાં સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ૧૯૯૫થી કાર્યરત સીઆરપીએફની ૧૩૫ મહિલા બટાલિયન લેકાવાડા ગામના બીપીએલ કાર્ડ ધારકો તેમજ અન્ય ગ્રામજનોને કોરોનાની મહામારી સામે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ઘરમાંથી બહાર નીકડવાનું ટાળી માસ્ક
પહેરી રાખવા વગેરે તકેદારીના પગલા ભરવા માટે તલસ્પર્શી માહિતી પુરી પાડવામાં આવી હતી. સીઆરપીએફ મહિલા બટાલિયન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૮૦ બીપીએલ કાર્ડ ધારકો સિવાય ગામના અન્ય જરૂરિયાત પરિવારોને કોરોનાની મહામારી સામે લડત આપવા માટે માસ્ક, હેંડ સેનીટાઈજર, મોજા, સાબુ જેવી જરૂરી ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લેકાવાડા ગામને કોરોનાના ચેપ થી બચવા માટે ગામને સેનીટાઈજ કરવા માટે સોડીયમ હ
ાઈપોક્લોરાઈડ સ્પ્રે મશિન તેમજ પચાસ લીટર સોડીયમ હાઈપોક્લોરાઈડ લિક્વિડ ભેટમાં આપી આ લિક્વિડ બનાવાની જરૂરી માહિતી પણ મહિલા બટાલિયનના કમાન્ડન્ટ મમતા સિંહે આપી હતી. આ કાર્યક્રમમાં આલમપુર ગામના મહિલા સરપંચ પારસબેન વાઘેલાએ ખાસ સહયોગ આપ્યો હતો તેમ વધુમાં સીઆરપીએફ ૧૩૫ મહિલા બટાલિયનના
ઉપ કમાન્ડન્ટ શિવમહેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News