વર્ષોથી સેવાકીય કામગીરી કરતા એવા ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 12:04:21
  • Views : 164
  • Modified Date : 2021-05-21 12:04:21

    સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા અને સ્વેછીક લોકડાઉનના પગલે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ થઇ જવા પામ્યા છે જેની ખાસ અસર રોજ કમાઈને રોજ ખાનાર લોકો પર પડી રહી છે..સરકાર દ્વારા મીની લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેના લીધે છૂટક મજૂરી કામ કરતા લોકોને બે ટાઈમ ભોજન કરવું અને પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું છે..ત્યારે વર્ષોથી સેવાકીય કામગીરી કરતા હિંદુ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરતાઓ દ્વારા લોકડાઉનની અંદર ગત વર્ષે પણ રોજ બે ટાઈમ ભોજન અને હજારો કીટોનું વિતરણ કરીને જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ બન્યા હતા... વખતે જ્યારે કોરોના વાયરસના કારણે ગરીબ લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે હિંદુ યુવા સંગઠન તરફથી એક પહેલ કરવામાં આવી હતી જેમાં અનેક દાતાઓ તરફથી ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો છે જે ફંડ અને ફાળો એકત્રિત કરી હિંદુ યુવા સંગઠનના અધ્યક્ષ નીતિનભાઈ સોની અને સંગઠનના કાર્યકર્તાઓ તથા લોકોના સહકારથી રાશન કરિયાણાની કિટ બનાવી છે.

    તેમાં તેલ,ખાંડ,ચોખા,દાળ,ઘઉનોલોટ, મરચુ,હળદળ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ બનાવી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વિતરણ કરવામાં આવી રહી છે..ત્યારે આજે પણ ડીસા અને પાલનપુરમાં અનેક વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકો સુધી અંદાજિત 150 જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું...ત્યારે હિંદુ યુવા સંગઠન હમેશાં સંકટ સમયે લોકોને જીવન જરૂરિયાતની અંદર મદદરૂપ બની રહ્યા છે ત્યારે આગામી સમયમાં લોકો ને જરૂરિયાત હશે તો લોકો ના સાથ સહકારથી અને હિંદુ યુવા સંગઠન તરફથી પણ કરિયાણાની કીટ નું વિતરણ કરી અનેક લોકોને મદદરૂપ બનતા રહશે...તેવી હિંદુ યુવા સંગઠનના પ્રમુખ તરફથી ખાતરી આપવામાં આવી હતી..કરિયાણા રાશન કીટના વિતરણ સમયે હિન્દૂ યુવા સંગઠનના અધ્યક્ષ નીતિનભાઈ સોની,નટવરજી ઠાકોર,ઘનશ્યામભાઈ સોની,કુલદીપભાઈ પરમાર,ભરતભાઈ ત્રિવેદી,આકાશભાઈ સોની,અમિતભાઈ માલવી,ચિરાગભાઈ કૌસિક,દિનેશભાઈ લોધા,પ્રવિણભાઇ બોરવાલ,મેહુલભાઈ ઠક્કર,કિશનભાઈ ગુજ્જર,રમેશભાઈ ગુજ્જર,જયદીપભાઈ ચોખવાલા,ગોલ્ડનભાઈ ઠક્કર,કેતનભાઈ ચૌધરી,પ્રતીકભાઈ રાઠોડ અને હિતેશ સિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News