પાટણ જિલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્તમાં સામેલ કરવા માંગ ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:34:51
  • Views : 290
  • Modified Date : 2020-10-06 11:34:51

પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ સરકાર દ્વારા પાટણ જિલ્લાના ૬ તાલુકાને અછતગ્રસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાને બાકાત રખાતા ધરતી પુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે અને સત્વરે સરકાર દ્વારા આ ત્રણે તાલુકાને અછતમાં સમાવેશ કરી સર્વે હાથ ધરી પાક નુકસાનીનું વળતર ચૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.  
આ વિસ્તારમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને ખેડ કરી વિવિધ પાકોનું વાવેતર કર્યું પણ પાછોતરો વરસાદ ભારે પડવાને કારણે વાવેલ પાક
પાણીમાં ગરકાવ થઈ જવા
પામ્યો હતો અને તમામ વાવેતર કરેલો પાક સુકાઈ ગયો છે તેમ છતાં સરકાર દ્વારા સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકાને અછતમાંથી બાકાત રખાતા જગતનો તાત ચિંતાતુર જોવા મળી રહ્યો છે. પાટણ સહિતના તાલુકામાં સિઝનનો ૪૩ થી ૫૦ ઇંચ જેટલો વરસાદ ખાબકવાને
પગલે ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાવેલ પાક બાજરી, કઠોળ,
કપાસ, ઘાસચારો સહિત પાક
પાણીમાં ડૂબી જવા પામ્યો હતો. જેને પગલે તમામ પાક નિષ્ફળ નીવડ્યો છે. તેમ છતાંય સરકાર દ્વારા તેને અછતમાંથી બાકાત રખાતા ધરતી પુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી સરકાર દ્વારા આ ત્રણે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી સત્વરે પાક નુક્સાનનું વળતર ચૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે જો આગામી સમયમાં સરકાર પાટણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહિ કરે તો ખેડૂતો કલેકટર કચેરી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત આપી ન્યાય મેળવી ને જ રહીશું તેવું પણ જણાવી રહ્યા છે. આ બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી અને સરકારને વહેલી તકે ર્નિણય લેવા વિનંતી પણ કરી હતી. પરંતુ હજુ સુધી આ ત્રણેય તાલુકાને અસરગ્રસ્તમાં સમાવેશ કરવામાં ના આવતા આગામી સમયમાં ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Download Our B K News Today App



Related News