આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં નવિન બાંધકામ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:12:57
  • Views : 498
  • Modified Date : 2019-04-19 05:12:57

દિયોદરમાં ટૂંક સમય પૂર્વે ગામના જાગૃત સરપંચ દ્વારા ચેલાહરી તળાવની પાળ ઉપરના બિનઅધિકૃત બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી ચેલાહરીને ડેવલોપમેન્ટનું કાર્ય આરંભાયેલ. જે અસરગ્રસ્ત
પરિવારોને બીજી જગ્યાએ કામચલાઉ રહેવાની વ્યવસ્થા કર્યા બાદ તળાવ ડેવલોપમેન્ટ તો થયું કે નહીં તે સાઈડની વાત પણ ચાલુ ચૂંટણી આચારસંહિતા લાગુ હોવા છતાં સરકારની ગ્રાન્ટમાંથી તળાવની મેઇન જગ્યા ઉપર બાલ ક્રીડાંગણના નામે બરોબર કોન્ટ્રકરને કોન્ટ્રાકટ આપી અને બિલકુલ હલકી કક્ષાની ઈટો, સિમેન્ટ સહિતનું મટીરિયલ અને દોઢ ફૂટ પાયો ખોદી કામ ચાલુ કરતા દિયોદરના ગ્રામજનોમાં અનેક તર્કવિતર્ક અને સરકારના નાણાંનો  દુવ્યવહાર થઈ રહ્યો હોવાનું જણાવતા હતા. જ્યારે લોકોને મુખે ચર્ચાઓમાં આ કોન્ટ્રકટર દ્વારા મોટા પાયે ઉપર કમિશન આપી કામ શરૂ કર્યુ હોવાની માહિતી સાંપડી હતી. આવા તો અનેકો કામ નવા શરૂ થયા છે. જે સ્પષ્ટપણે અધિકારીઓની રહેમ નજર તળે હોવાનું ફલિત થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા સમહારતા અને ચૂંટણી આદર્શ આચારસંહિતા અમલીકરણ અધિકારી તપાસ કરાવી આચારસંહિતા અમલી હોય તો કઈ રીતે નવા કામની શરૂઆત આ બાબતે સ્પષ્ટતા કરે તે જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઓ થવા પામી હતી.

Download Our B K News Today App



Related News