પાલનપુર વિકાસ નકશાને લઈને અચાનક બેઠક રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:40:40
  • Views : 276
  • Modified Date : 2020-10-18 11:40:40

પાલનપુર નગરપાલિકાના વિકાસ નકશામાં કરોડો
રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાણ મચી છે. ત્યારે સરકારે વિકાસ નકશો પરત મોકલ્યો છે. જોકે, આ નકશાને ફરી મંજૂર કરવા માટે મળનારી ટી. પી. કમિટીની બેઠક પણ છેલ્લી ઘડીએ રદ થતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
પાલનપુર શહેરનો વિકાસ નકશો ૨૦૦૪ માં બન્યો હતો. ત્યારબાદ ૧૬ વર્ષના વિલંબ બાદ પણ વિકાસ નકશો બની શક્યો નથી. વિકાસ નકશો બનાવવામાં ગ્રીનબેલ્ટ હટાવવા કે ડી.પી. રોડ દૂર કરવાના નામે બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણુ પાલિકાના સત્તાધીશોએ કરતા વિકાસ નકશો વિવાદમાં આવ્યો હતો. જોકે, ખુદ
પાલિકાના શાસકો દ્વારા વિકાસ નકશામાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાની જાણ શહેર ભાજપ મોવડી મંડળને થતા મામલો સરકાર સુધી પહોંચ્યો હતો અને વિકાસ નકશો રદ થયો હતો.
દરમિયાન, પાલિકા પ્રમુખએ પણ વિકાસ નકશામાં ગેરરીતિઓ થઇ હોવાનો એકરાર કરતા વિકાસ નકશો રદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે ફરી એકવાર વિવાદિત નકશો મંજૂર કરવા ટી. પી. કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ બેઠક રદ કરાઈ હતી. જોકે, આ અંગે ચીફ ઓફિસરે કેમેરા સામે કઇંપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

Download Our B K News Today App



Related News