ડીસાના ભોયણ પાસે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 10:33:16
  • Views : 924
  • Modified Date : 2019-07-10 10:33:16

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોયણ પાટિયા પાસે  આઇટેન ગાડીએ બાઈક અને ભોયણ પાટીયાએ ઉભા રહેલ વિદ્યાર્થીઓને ફગોળયા હતા. જેમાં બાઈક પર બેઠેલ બે સવાર  અને પાટિયા નજીક ઉભા રહેલ બે વિદ્યાર્થીઓ સહિત આઇટેન ગાડીમાં સવાર ત્રણ ઘાયલ થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગત બપોરે કમલેશભાઈ જેઠાભાઇ ભૂતડીયા જે પાલનપુરથી પોતાના પરિવાર સાથે ડીસા તરફ આવી રહ્યા હતા. ત્યારે ડીસાના ભોયણ પાટિયા નજીક બાઈક ચાલક અચાનક રોડ ક્રોસ કરતા કમલેશભાઈ ભૂતડીયાએ સ્ટ્રીગ
પરથી કાબુ ગુમાવતા બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાયા બાદ ભોયણ પાટીયાએ ઉભા રહેલ વિદ્યાર્થીઓને આઇટેન ગાડીએ ફગોળયા હતા. જેમાં બે વિદ્યાર્થીને માથાના ભાગે અને
પગના ભાગે ઇજા થઇ હતી. અકસ્માત થતા ગાડીમાં સવાર ત્રણ લોકો પણ ઘાયલ  થયા હતા. અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને તત્કાલિક ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘયલોને ડીસા સિવિલ સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માતની ડીસા તાલુકા
પોલીસને થતા ડીસા તાલુકા
પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

Download Our B K News Today App



Related News