ડીસા સબ જેલ ખાતે SPG ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા આરોપીઓને રાખડી બાંધવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-12 11:56:16
  • Views : 293
  • Modified Date : 2022-08-12 11:56:16

 

રક્ષાબંધના પર્વ નિમિત્તે આજે ડીસા ખાતે આવેલ સબજેલમાં આરોપીઓને SPG ગ્રુપ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને આવનારા સમયમાં કોઈ ગુનાહિત ઘટના ન કરે તે માટે આશીર્વાદ આપ્યા હતા.....

 

રક્ષાબંધનનો પર્વ એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈની રક્ષા થાય તે માટે રક્ષા રૂપી રાખડી ભાઈ બહેનને બાંધતી હોય છે ત્યારે દર વર્ષે ઉજવાતા હિન્દુ ધર્મના આ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા શહેરમાં વિવિધ ગુનાહોમાં જેલ ભોગવી રહેલા આરોપીઓને આજે ડીસા ખાતે કાર્યરત SPG ગ્રુપની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા આરોપીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પાસે જઈ શકતા નથી જેના કારણે દર વર્ષે ડીસા ખાતે કાર્યરત સબજેલમાં એસપીજી ગ્રુપની બહેનો દ્વારા આવા કેદીઓને રાખડી બાંધવામાં આવે છે ત્યારે આજે પણ જેલમાં સજા પકવી રહેલા કેદીઓને નાની બાળકીઓ દ્વારા સૌપ્રથમ કુમકુમ તિલક ચોખા ચોંટાડી રાખડી બાંધી અને રક્ષાબંધનની પર્વની ઉજવણી કરી હતી અને આવનારી રક્ષાબંધનના પર્વ સુધી તમામ આરોપીઓ જેલમાંથી મુક્ત થાય અને પોતાની બહેનના હાથે જ રાખડી બાંધે અને જીવનમાં ક્યારેય કોઈ ગુનાહિત ઘટના ન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News