આરોપીએનો પોતાની 'ઓકાત' ખબર હોવી જોઈએ, SPનું તર્ક જાણી તમને પણ લાગશે નવાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 13:37:07
  • Views : 78
  • Modified Date : 2024-02-13 13:37:07

ઝુંઝુનૂ પોલીસે આર્મ્સ એક્ટમાં ફરાર એક બદમાશને પકડવા પર ફક્ત 50 પૈસાનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામ આદેશ હવે સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચાનો વિષય બન્યું છે. આ 50 પૈસાનું ઈનામ જાહેર કરવા પાછળ પોલીસ અધિકારી દેવેંદ્ર કુમાર બિશ્નોઈની દલીલ છે કે ફ્રોડ પોતાના ઉપર મુકેલા ઈનામને પોતાની શાખ સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે જેથી ગુનેગારોને તેમની ઓકાત બતાવવા માટે આ પ્રકારના 50 પૈસાના ઈનામની જાહેરત કરી છે. આ આદેશની પાછળ પોલીસની એવી ઈચ્છા અને દલીલ છે કે બદમાશ પોતાની જાતને ડોન નથી સમજતા. પોલીસ ગુનેગારો અને ફરાર આરોપીઓને પકડવા માટે 500થી 100000 અને તેનાથી વધારે સુધીના ઈનામની જાહેરાત કરતી રહી છે. પરંતુ હકીકતે ઈનામની રકમ ક્યારેય ગુનેગારોને પકડવાના કામ નથી આવી. જ્યારે ગુનેગારો પોતાના પર ઈનામને ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ કરી પોતાની શાખ બતાવવાનું કામ કરે છે. SP દેવેંદ્ર બિશ્નોઈ કહે છે કે ઈનામના ચક્કરમાં કોઈ પણ ગુનેગારને પકડવાનું કામ નથી કરતું. પોલીસની સુચના તંત્ર ગુનેગારને પકડવાનું કામ કરે છે. પરંતુ આ પ્રકારે મુકવામાં આવેલા ઈનામથી ગુનેગાર પોતાના પર ગર્વ કરવામાં સફળ થઈ જાય છે. પરંતુ પોલીસે ફ્રોડને પોતાની ઓકાત બતાવવા માટે આ પ્રકારની શરૂઆત કરી જેથી ફ્રોડને એ જણાવી શકાય કે તેમની ઓકાત ફક્ત 50 પૈસાની છે. 

Download Our B K News Today App



Related News