બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પરથી હત્યા વિથ લૂંટ નો આરોપી અમીરગઢ પોલીસે રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા આરોપી દબોચી લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 10:58:31
  • Views : 246
  • Modified Date : 2022-05-31 10:58:31

 

બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પરથી હત્યા વિથ લૂંટ નો આરોપીને ઝડપી પાડ્યો છે અમીરગઢ પોલીસે હત્યા બાદ લૂંટ કરી ફરાર આરોપી ને રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા પોલીસે દબોચી લીધો બેંગલોર માં નોકરી કરતા શેઠ ના ઘરે વૃદ્ધ ની હત્યા કરી લૂંટ આચરી રાજસ્થાની યુવકે તેના મિત્ર સાથે મળી બેંગ્લોર માં સોના,ચાંદી અને રોકડ ની લૂંટ કરી ફરાર હતો અમીરગઢ પોલીસે બેંગ્લોર પોલીસ ને જાણ કરી વધુ તપાસ હાથ ધરી

      

બેંગલોરમાં એક શેઠ ના ઘરે વૃદ્ધ ની હત્યા કરી લુંટ કરી ભાગી છૂટેલા આરોપી અને અન્ય લૂંટના ગુનાઓ કરી ત્યાંથી ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનના અને હાલ રહે બેંગ્લોર નો આરોપીની અટકાયત માટે બેંગલોર પોલીસે રાજસ્થાન અને ગુજરાત પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ દ્વારા આ દિશામાં કડક વોચ ગોઠવવમાં આવતા અમીરગઢ પી એસ આઈ એમ કે ઝાલા સ્ટાફ સાથે આ ઘટના નું પગેરું નીકળવા માટે ચેકપોસ્ટ પર દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન શકમંદ ઇસમની તપાસ કરતા તેની પાસે સોનું ચાંદી અને રોકડ રકમ મળી આવતા પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરતાં આરોપીએ બેંગ્લોર માં હત્યા કર્યા અને લુંટ કાર્યની કબૂલાત કરેલ હતી અમીરગઢ પોલીસના જણાવ્યા મુજબ આરોપી બિજરામ દુર્ગારામ દેવાસી હાલ રહે બેંગ્લોર મૂળ રહે રાજસ્થાન વાળાએ બેગલોરના શેઠ ના ઘરે વૃદ્ધ ની હત્યા કરેલ અને લુંટ કાર્યની કબૂલાત કરેલ હતી આથી અમીરગઢ પોલીસે તેની પાસે પકડાયેલ  સોનું 13.25 લાખ ચાંદી 2.10 લાખ અને રોકડ રકમ 8.48 લાખ આમ કુલ મુદ્દામાલ 24 લાખ જેટલો પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Download Our B K News Today App



Related News