સુરતમાં 6.16 લાખની ઓનલાઇન છેતરપિંડીનો આરોપી મૈસુરથી ઝડપાયો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-26 12:49:16
  • Views : 430
  • Modified Date : 2022-12-26 13:01:26

સુરતની મહિલા સીએ સાથે થઈ ઓનલાઈન છેતરીંડી,નેટ બેકિંગથી રૂપિયા ટ્રાન્સફર કરવા જતાં રૂ. 6.16 લાખની ની થઈ ઠગાઈ થઈ હતી. જેમાં સાયબર પોલીસે કર્ણાટકના મૈસુરથી આરોપીને ઝડપી પાડયો છે. જેમા આ ઘટના મુજબ સુરતના સીટી લાઈટ વિસ્તારમાં રહેતી મહિલા ચાર્ટડ એકાઉન્ટન્ટ નેટ બેકિંગથી રૂપિયા ટ્રાન્સફર કરવા જતા 6.16 લાખની છેતરપીંડીનો ભોગ બની હતી.

સુરતની મહિલા સીએ સાથે થઈ ઓનલાઈન છેતરીંડી,નેટ બેકિંગથી રૂપિયા ટ્રાન્સફર કરવા જતા રૂ. 6.16 લાખની ની થઈ ઠગાઈ થઈ હતી. જેમાં સાયબર પોલીસે કર્ણાટકના મૈસુરથી આરોપીને ઝડપી પાડયો છે. જેમા આ ઘટના મુજબ સુરતના સીટી લાઈટ વિસ્તારમાં રહેતી મહિલા ચાર્ટડ એકાઉન્ટન્ટ નેટ બેકિંગથી રૂપિયા ટ્રાન્સફર કરવા જતા 6.૧૬ લાખની છેતરપીંડીનો ભોગ બની હતી. તેણીએ ગુગલ પર બેંકના કસ્ટમર કેરનો નબર જોઇને ફોન કરતા ફોર્ડનો શિકાર બની હતી. આ સમગ્ર મામલે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે કર્ણાટક રાજ્યના મૈસુર શહેર ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ સુરતના સીટીલાઈટ વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. ૧૬ જુલાઈના રોજ પોતાના પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પૈસા કોઈ કારણોસર ટ્રાન્સફર થયા ના હતા. આથી તેમણે ગુગલ પર બેંકનો કસ્ટમરકેર નબર શોધી વાત કરી હતી. જેમાં સામે વ્યક્તિએ પોતે બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. અને એક ટેક્સ મેસેજ મોકલું તેમાં વિગતો ભરશો તો પૈસા ટ્રાન્સફર થઇ જશે તેમ કહ્યું હતું. આથી મહિલાએ બીજા દિવસે આવેલા મેસેજમાં લીંક ખોલતા પંજાબ નેશનલ બેકનું એક પેઈજ ખુલ્યું હતું અને તેમાં બેંક એકાઉન્ટ અને ડીબેટ કાર્ડની વિગતો ભરી હતી. આ વિગતો ભર્યા બાદ તેઓના બેક ખાતામાંથી 6.16 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા આ સમગ્ર મામલે તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં તપાસ કરી રહેલી સુરત સાયબર ક્રાઈમની ટીમે કર્ણાટક રાજ્યના મૌસુર શહેર ખાતેથી ૨૭ વર્ષીય રાજુ ઉર્ફે લાલુ સ્ત્યેશ્વર મિશ્રાને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે બેંક એકાઉન્ટમાં ૧.૬૩ લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી મૈસુર રેલ્વે સ્ટેશન પાસે પેસ્ટ કંટ્રોલ ટેકનીશ્યન તરીકે નોકરી છે. તેણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તે મૂળ વેસ્ટ બંગાળ નો વતની છે પરંતુ હાલમાં તે મૈસુર ખાતે નોકરી કરે છે. આરોપીની ધરપકડ કરી છે અને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ૧.૬૩ લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા છે. તેની સાથે અન્ય કોઈ ઇસમ આ ગુનામાં સામેલ છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ અને આવી રીતે અન્ય લોકો સાથે પણ તેણે ઠગાઈ આચરી છે કે કેમ તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News