રાજકોટ અગ્નિકાંડ કેસમાં આરોપી ડો.પ્રકાશ મોઢા અને તેના પુત્ર ડો. વિશાલનું જેલમાં ‘શાહી’ સ્વાગત કરાયું, સોફા પર બેસાડી વિવિધ ફ્રૂટ્સ અને બિસ્લેરીનું પાણી અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-01 14:19:28
  • Views : 285
  • Modified Date : 2020-12-01 14:19:28

પિતા-પુત્રનું જેલમાં સ્વાગત કરવામાં આવ્યું

શું સરકારે માત્ર દેખાવ કરવા માટે જ આરોપીઓની ધરપકડ કરી છે?

    રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5-5 દર્દીનાં મોત પ્રકરણમાં ગંભીર બેદરકારી દાખવનારા હોસ્પિટલના પાંચ સંચાલક સામે ગુનો નોંધ્યા બાદ પોલીસે પ્રકાશ મોઢા સહિત ત્રણ ડોક્ટરની સોમવારે સાંજે ધરપકડ કરી હતી. બાદમાં આરોપી ડો. પ્રકાશ મોઢા અને તેમના પુત્ર વિશાલનું જેલમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પિતા-પુત્રને સોફા પર બેસાડી ફ્રૂટ્સ અને બિસ્લેરીનું પાણી આપી આગતા-સ્વાગતા કરવામાં આવી હતી.સવાલ એ છે કે 5-5 લોકોના જીવ લેનારા ડોક્ટરોનું જેલમાં શાહી સ્વાગત કેમ કરવામાં આવ્યું? શું તેઓ ડોક્ટર છે અને ઉચ્ચ ડીગ્રી ધરાવે છે, એટલે તેમને સોફા પર બેસાડી તેમને કેળાં સહિતનાં ફ્રૂટ્સ પીરસવામાં આવ્યાં, સાથે સાથે સાદું પાણી નહીં, પણ બિસ્લેરીનું પાણી આપવામાં આવ્યું, જેને લઈને પ્રસાશન પર અનેક સવાલો ઊભા થયા છે.શું તંત્ર અન્ય આરોપીઓની પણ આ જ રીતે આગતા-સ્વાગતા કરે છે? કે પછી તેની ઉચ્ચ ડીગ્રી કે તેના વ્યવસાયના આધારે તેમનું સ્વાગત કરવામાં આવે છે. જે 5 પરિવારે તેનાં પરિવારજનો ગુમાવ્યાં છે તેના આરોપીઓને જેલમાં આ પ્રકારનું શાહી સ્વાગત કરવામાં આવતાં અનેક સવાલો ઊભા થાય છે.


Download Our B K News Today App



Related News