એલસીબી કચેરીના પટાંગણમાં ઝેરી દવા પીનાર આરોપીનું મોત,પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 15:04:38
  • Views : 49
  • Modified Date : 2025-04-26 15:04:38

ભાવનગર : ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરીના પટાંગણમાં આવી ઝેરના પારખાં કરનાર દારૂના અલગ-અલગ ચાર ગુનામાં ફરાર આરોપીનું આજે સારવારમાં મોત થતાં મામલો ગરમાયો છે. આ મામલે મૃતકના માતાએ પોલીસ દ્વારા અપાતાં ત્રાસથી કંટાળીને તેના પુત્રે આત્મહત્યા કર્યાનો ગંભીર આક્ષેપ કરી તટસ્થ તપાસની માંગ કરી હતી અને જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દિધો હતો. જો કે, સામાપક્ષે પોલીસે આક્ષેપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. 

Download Our B K News Today App



Related News