બીકે ન્યૂઝ દૈનિક અને બીકે ન્યુઝ ટુડેના અહેવાલથી પાલનપુર નગરપાલિકા તંત્ર સઘળું જાગ્યું અને શહેરમાંથી પસાર થતી લડવી નદીના નાળાની સફાઈ કરવાનું નગરપાલિકાએ હાથ ધર્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 12:08:29
  • Views : 259
  • Modified Date : 2021-07-29 12:08:29

     વરસાદને કારણે ગંદકી વધુ ફેલાય છે. ગટરો અને નાળી યોગ્ય રીતે સાફ ન થાય તો આ ગંદકી બધે ફેલાય છે. આ સંજોગોમાં સફાઈ કામને વેગવાન બનાવવા માટે નગરપાલિકા સક્રિય બની છે.આ અંગે જાણવા મળ્યા મુજબ પાલનપુર શહેરમાંથી પસાર થતી લડવી નદીના નાળાની સફાઈ કરવાનું નગરપાલિકાએ હાથ ધર્યું છે. આજ સવારથી જ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદાર સાથે મળી અહીં સફાઈ કામમાં લાગી ગયાના અહેવાલ છે. આ વિસ્તારની લગભગ એંસી જેટલી સોસાયટી આ લડબી નાળા આસપાસ આવેલ છે. ચોમાસાનું અને ઘર વપરાશનું પાણી આ નાળામાંથી પસાર થાય છે. આસપાસનો કચરો પણ અહીં અવાર નવાર નાખવામાં આવે છે. આ સંજોગોમાં અનેક વખત રજુઆત કરવા છતાં આ નાળુ સાફ કરવામાં તંત્ર આંખ આડા કાન કરતું હતું.પાલનપુર શહેર માટે સ્વચ્છતા,ટ્રાફિક અને લોક જીવનની બાબતો માટે આપનું દૈનિક સતત લોકવાચા આપે છે. આવી જ રીતે લડબીનાળા અંગે અહેવાલ છાપવામાં આવ્યો હતો. આ અહેવાલ ને આધારે નગરપાલિકાએ સક્રિય રસ દાખવી આ વિસ્તારના લોકોને ગંદકીથી રાહત મળે તે માટે સફાઈ હાથ ધરી છે.આસપાસની સોસાયટીનો કચરો અને ગટરનું પાણી અહીં લડબીમાં આવે છે. અવાર નવાર નગરપાલિકાને રજુઆત કરી છે. આ રજુઆત બીકે ન્યૂઝ દૈનિક અને બીકે ન્યુઝ ટુડેમાં પ્રકાશિત થતાં જ લડબીની સફાઈ કરવાનું કામ શરૂ થયું છે. આ માટે આ વિસ્તારના લોકો પ્રથમ બીકે ન્યૂઝ  પેપર અને સ્થાનિક સત્તા તંત્રનો આભાર માને છે.છેલ્લા વર્ષોમાં આ વિસ્તારનો વિકાસ થતો રહ્યો છે. સોસાયટીની સંખ્યા વધવાને કારણ જોતા છેલ્લા એકાદ વર્ષથી લડવીનો પ્રશ્ન કાયમી પ્રશ્ન બન્યો હતો. આજે બીકે ન્યૂઝ ના અહેવાલને પગલે આ સાફસફાઈ થાય છે ત્યારે અમારો જીવન જરૂરી પ્રશ્ન હલ થાય તે માટે દૈનિક દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો બદલ આભાર માનીએ છીએ.

 

 


Download Our B K News Today App



Related News