હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 16:31:25
  • Views : 71
  • Modified Date : 2024-02-01 16:31:25

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મહીસાગર,મહેસાણા, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,કચ્છ, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, બોટાદ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News