હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક વરસાદ પડવાની સંભાવના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 14:26:46
  • Views : 90
  • Modified Date : 2023-12-23 14:26:46

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તો અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી કમોસમી વરસાદની સંભાવના વધી ગઈ છે. તેમજ કચ્છ અને જામનગરમાં વીજળીના કડકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, કચ્છ,મહીસાગર,મહેસાણા,પંચમહાલ,પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ, આણંદ, અરવલ્લી,બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમા તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ મોરબી, મહેસાણા, પંચમહા,સાબરકાંઠા,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમા તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી,ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમા તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News