હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ફરી જળ આક્રમણના એંધાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-20 10:06:45
  • Views : 53
  • Modified Date : 2024-07-20 10:06:45

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ફરી જળ આક્રમણના એંધાણ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાય જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ અને રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અમરેલી, ભરૂચ, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડ, તાપી, સુરત, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News