હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસામાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-12 15:17:51
  • Views : 499
  • Modified Date : 2022-09-12 15:17:51

 

હવામાન વિભાગે ત્રણ દિવસની સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી હતી જે અંતર્ગત આજે ડીસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો અને સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે લાંબા સમયના વિરામ બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે આજે બપોર બાદ ડીસા શહેરમાં ભારે વાવાઝોડા ના કારણે અને જગ્યા ઉપર લગાવેલા બોર્ડ ઉડી જવા પામ્યા હતા. તો બીજી તરફ ભારે વરસાદના પગલે લોકોએ લાંબા સમય બાદ ભારે બફારા અને ઉકાળતી રાહત અનુભવી હતી ચાલુ વર્ષે ડીસા શહેરમાં સારો વરસાદ વરસ્યો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી વરસાદી વિરામ લીધા બાદ આજે ભારે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું સતત બે કલાક સુધી વરસેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો આ તરફ લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી હતી આજે વરસાદ શરૂ થતા શહેરી વિસ્તારમાં પણ અનેક જગ્યા ઉપર પાણી વહેતા થયા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે વરસાદનું આગમન થઈ છે તેને લઈ ખેડૂતોમાં અને શહેરી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે તો આ તરફ ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ના ભરાય તેની સાવચેતી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સૂચના આપી દેવામાં આવે છે ત્રણ દિવસ સુધી સતત વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર દ્વારા પણ હેડ કોટર ન છોડવા માટે પણ તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે

Download Our B K News Today App



Related News