વડોદરા : કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 36,399 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 289, કુલ 30,821 દર્દી રિકવર થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 12:42:50
  • Views : 264
  • Modified Date : 2021-04-20 12:42:50

    વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 36,399 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 289 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 30,821 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5289 એક્ટિવ કેસ પૈકી 307 દર્દી ઓક્સિજન ઉપર અને 196 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 4786 દર્દીની હાલત સ્થિર છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 36,399 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5591, પશ્ચિમ ઝોનમાં 6476, ઉત્તર ઝોનમાં 7100, દક્ષિણ ઝોનમાં 6745, વડોદરા ગ્રામ્યમાં 10,451 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

* સોમવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

> શહેરઃ- આજવા રોડ, વાઘોડિયા રોડ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, અલકાપુરી, જેતલપુર, સુભાનપુરા, ગોરવા, ગોત્રી, બાપોદ, અટલાદરા, અકોટા, ઓપી રોડ, તાંદલજા, તરસાલી, મકરપુરા, વડસર, દંતેશ્વર, યમુનામિલ, માંજલપુર, કપુરાઇ, ગાજરાવાડી, છાણી, એકતાનગર, સિયાબાગ, સમા, કારેલીબાગ

> ગ્રામ્યઃ- બાજવા, રણોલી, ડભોઇ, દોડકા, પાદરા, વરણામા, ગવાસદ, ઇટોલા, સિંધરોટ, અનગઢ, જાસપુર, ભાદરવા

Download Our B K News Today App



Related News