પાલનપુરના આબુરોડ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઇ જતા રોડ પર મોટા ખાડા પડવાના કારણે નેસનલ હાઇવે પર અકસ્માતની ભીતિ સેવાઇ રહયી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:11:16
  • Views : 268
  • Modified Date : 2021-06-24 13:11:16

     પાલનપુરમાં બે દિવસ થી વધારે વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ત્યારે પાલનપુરથી રાજસ્થાન જતા નેશનલ હાઇવે પર વરસાદથી રોડ તૂટી જવા પામ્યો છે પાલનપુર નેશનલ હાઈવે પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં પાલનપુર થી રાજસ્થાન જતા અને આવતા વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે.. બીજી તરફ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં નાના વાહનોને રિટર્ન જવું પડી રહ્યું તો બીજી તરફ મોટા વાહનો પોતાના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે.હાઇવે પર પડેલા આં ખાડાઓના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઓ રહી છે હજારો વાહન આ હાઇવે પરથી પસાર થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આં રોડ વચ્ચે પડેલા ખાડાને રિપેર કરવામાં આવે તેવી માંગ છે.

Download Our B K News Today App



Related News