વડગામ તાલુકાના ભલગામમાં ૯ જનાજા એક સાથે નિકળતાંઃગામ હિબકે ચઢયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 11:25:49
  • Views : 521
  • Modified Date : 2019-06-09 11:25:49

વડગામ તાલુકાના ભલગામ ગામમાં વહેલી સવારે સિપાઈ પરિવારના ૯ સભ્યોના એક સાથે જનાજો નિકળતા ગામ આખુંય હિબકે ચઢ્યું હતું. ભલગામ સહિત આસપાસના ગામડાઓમાં મોતનો માતમ છવાઈ ગયો હતો અને અકસ્માતમાં ભોગ બનેલા કમનસીબ મૃતકોની યાદમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપી હતી.ભલગામમાં રહેતા સિપાઈ પરિવાર ના ૪૦ જેટલા લોકો ઇદની ખુશી મનાવવા દાંતા નજીક આવેલા અંતરશા પીરની દરગાહએ દર્શન કરવા માટે ગયા હતા. દરગાહના દર્શન કર્યા બાદ તમામ લોકો પીક અપ ડાલામાં અંબાજી ફરીને સાંજે ભલગામ પરત આવી રહ્યા હતાં તે સમયે અંબાજી-દાંતા નજીક આવેલા ત્રિશૂલીયા ઘાટ પાસે પીક અપ ડાલાની બ્રેક ફેલ થઇ જતાં ડાલુ પલ્ટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને પીક અપ ડાલામાં બેઠેલા ૪૦ જેટલા લોકોમાંથી ૯ ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ગોઝારા અકસ્માતની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે તેમજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્‌યા હતા. મૃતકોને દાંતા સિવિલમાં પીએમ અર્થે લઈ જવાયા હતા. જ્યારે ઘાયલ લોકોને પાલનપુર સિવિલમાંસારવાર માટે લવાયા હતા. જેમાં ૨૫ જેટલાં લોકોને પાલનપુર સારવાર આપવામાં આવી હતી. અને ૬ વ્યક્તિ ઓની હાલત વધુ ગંભીર જણાતાં મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત સુધી જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર, વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ, દિનેશભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના, ભરતભાઇ પરમાર સહિત ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે માનવ સેવા સાથે સંકળાયેલા લોકો ખડેપગે રહીને ઇજાગ્રસ્તોને સારવાર અપાવવા ભારે મહેનત કરી હતી.મોડીરાત્રે મૃતકોની ડેડબોડીઓને ભલગામ લવાઇ હતી અને વહેલી સવારે અંતિમવિધિ કરાઇ હતી. નવ જનાજા સાથે નિકળતાં ગામ હિબકે ચઢયું હતું આસપાસના ગામોમાંથી લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા.





Download Our B K News Today App



Related News