અકસ્માત:ડીસાના રસાણા પાસે બાઈક સ્લીપ થતાં બે યુવકો નીચે પટકાયા, ગંભીર ઇજા થતાં બન્નેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 12:42:30
  • Views : 415
  • Modified Date : 2021-07-23 12:42:30

     બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી જિલ્લામાં એક બાદ એક નાના મોટા અનેક અકસ્માત સામે આવી રહ્યા છે ક્યારેક એક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે અને જેમાં અનેક લોકો પોતાની જિંદગી ગુમાવતા હોય છે ત્યારે આવો એક અકસ્માત ડીસાના રસાણા કોલેજ પાસે મોડીરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો..

     બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા ગામે મોડી રાત્રે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકોના મોત નીપજ્યાં હતા.     બન્ને યુવકો રસાણા મોટા ગામે જવા નીકળ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો. બાઈક સ્લીપ થવાથી નીચે પટકાતા બન્ને યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

     મળતી માહિતી અનુસાર, ડીસા તાલુકાના રસાણા કોલેજ પાસે રાત્રિના સુમારે બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જેમાં પ્રકાશજી ઠાકોર અને સુખાજી ઠાકોર રાસણા મોટા જવા નીકળ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા અને રસાણા ગ્રામજનો દ્વારા 108ને જાણ કરાતા 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બંને યુવકોની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.










Download Our B K News Today App



Related News