કાંકરેજના થરા-દિયોદર હાઈવે પર સર્જાયો અકસ્માત : કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાતાં કારચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-15 12:06:24
  • Views : 345
  • Modified Date : 2021-06-15 12:06:24

     કાંકરેજ તાલુકાના થરા-દિયોદર હાઈવે પર વિભાનેસડા નજીક ગતરાત્રિના સમયે થરાથી GJ-01-RB-6102 નંબરની વરના કાર દિયોદર તરફ જતી હતી.ત્યારે અચાનક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર ટકરાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેમાં કારચાલક ઠાકોર કાળુજી ઉર્ફે પિન્ટુ વિનાજીનુ ધટનાસ્થળે મોત નિપજયુ હતુ.આ અક્સ્માતમાં થરાના યુવાનના મોતથી ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બાબતની થરા પોલિસને જાણ થતાં પોલિસે મૃતકની લાશને થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલમાં પી.એમ.કરાવી લાશનો કબજો તેના વાલી વારસોને સોપ્યો હતો.આ અંગે પોલિસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પિન્ટુજીના અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતા સગાસંબંધી,થરા માર્કેટયાર્ડના વહેપારીઓ, મહેતાજીઓ પિન્ટુજીની સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

Download Our B K News Today App



Related News