ડીસાના કંસારી નજીક બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:51:30
  • Views : 273
  • Modified Date : 2022-05-24 10:51:30

 ડીસાના કંસારી નજીક બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર રોજેરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના કંસારી ગામ નજીક હતો આ અકસ્માતને વિગતો જોઈએ તો ગઢ મડાણા ના યુવક બાઇક લઇને ધાનેરા તરફ જઈ રહ્યો હતો તે સમયે અચાનક ડીસા તાલુકાના કંસારી નજીક બાઈક સ્લીપ ખાઈ જવા પામ્યું હતું. બાઇક સ્લીપ ખાતા ની સાથે જ યુવક રોડ પર પટકાયો હતો જેથી તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સવાન ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકો દ્વારા યુવકને 108 એમ્બ્યુલન્સ વાનમાં મોકલી સારવાર વખતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News