ડમ્પરે દંપતીને ટાયરોમાં રગદોળી દેતા બંનેનું કમકમાટી ભર્યું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 10:58:08
  • Views : 871
  • Modified Date : 2019-09-12 10:59:45

દાંતીવાડા બી.એસ.એફ. કોલોની પાસે બુધવારે બાઇક સવાર દંપતીને રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરે ટક્કર મારી ટાયરોમાં રગદોળી દેતા બંનેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી ભાગેલા ડમ્પરને રામનગરના રોડ પરથી ઝડપી પાડ્યું હતું. ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો.

પાલનપુરમાં રહેતા માસુંગલાલ ચેલારામ જાની (60) તેમના પતિ પુષ્પાબેન માસુંગલાલ જાની સાથે બુધવારે જેગોલમાં ત્રીજાનું મોત નિપજતા વહેલી સવારે સ્મશાનયાત્રામાં ગયા હતા. જે બાદ સ્મશાનયાત્રામાં જઇ પરત પાલનપુર આવવા મોટર સાયકલ જીજે-08-કે-5683 લઇને નીકળ્યા હતા. ત્યારે દાંતીવાડા કોલોની પાસે હાઇવે પર સામેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે-8-એયુ-1607 ચાલકે ટક્કર મારતાં બાઇક સવાર દંપતિને ડમ્પરના ચાલકે 20 ફૂટ ટાયરોમાં ઢસેડતાં કચ્ચરઘાણ નીકળી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી દંપતીની લાશોને દાંતીવાડા પી.એચ.સી.માં ખસેડી પી.એમ. કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News