ડીસાના જુનાડીસા ખાતે આવેલ સતરા શહીદ ની દરગાહ પાસે સર્જાયો અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:45:02
  • Views : 301
  • Modified Date : 2022-01-17 12:45:02

 

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસાના જુનાડીસા પાસે આવેલ સતરા સહિદની દરગાહ પાસે  ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયા હતા સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાના માધવ સીટી ખાતે રહેતા દશરથ ભાઈ અરજણભાઈ રબારી પોતાનું મોટરસાયકલ લઈ દુધા રામપુરા ખાતે તેમના સંબંધી ને મળવા માટે ગયેલા અને સાંજે પરત તેમના સંબંધી સુનિલભાઈ વિનોદભાઈ સુથાર બંને જણા મોટરસાઇકલ પર ડીસા આવી રહ્યા હતા તે દરમિયાન જુના ડીસા નજીક આવેલ છત્રાલ શહીદ ની દરગાહ પાસે એક ઈકો ગાડીના ચાલકે ગફલત ભરી ડ્રાઇવિંગ કરી સામેથી આવી રહેલ મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર દશરથ ભાઈ અરજણભાઈ રબારી અને સુનિલ ભાઈ વિનોદભાઈ સુથાર બંનેને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ૧૦૮ મારફતે ખસેડાયા હતા અને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ દશરથ ભાઈ અરજણભાઈ રબારી ના પિતા અરજણભાઈ સગથાભાઈ રબારી ડીસા તાલુકા પોલીસ મથકે ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News