પાલનપુર પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માત : અનાજની બોરીઓ ભરેલી ટ્રક નીચે કાર સહિત ચાલક દબાતા કારનો કચ્ચરઘાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-24 12:01:08
  • Views : 1881
  • Modified Date : 2021-11-24 12:01:08

 

તાલુકા પોલીસે તાત્કાલિક રાહત કામગીરી કરી ક્રેન ની મદદથી ચાલક ને જીવતો બહાર કાઢ્યો

 

બનાસકાંઠામાં પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે કાર સહિત ચાલક દબાઈ જતા પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ક્રેન ની મદદથી ચાલકને જીવતો બહાર કાઢ્યો હતો .

પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં ટ્રક ની બાજુમાંથી પસાર થઈ રહેલી કાર પણ અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે દબાઇ જતા કાર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવી જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ક્રેનની મદદથી અનાજની બોરીઓ નીચે દબાઇ ગયેલ કારચાલકને મહામુસીબતે જીવતો બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાબડતોબ રાહત કામગીરી કરતા યુવક નો જીવ બચ્યો હતો . 

Download Our B K News Today App



Related News