ડીસાના કંસારી નજીક સર્જાયો અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે મારુતિ કાર ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-03 12:18:27
  • Views : 406
  • Modified Date : 2022-01-03 12:18:27

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે ડીસા ના કંસારી થી ગોગાડેરી વચ્ચે હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો ડીસા તાલુકા ના ધનાવાડા ખાતે રહેતા જયેશભાઇ ઈશ્વરભાઈ રબારી પોતાની ફિગો ફોર મારુતિ નંબર GJ-18-BB-0904 ડીસા થી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન ડીસા ના કંસારી થી ગોગાડેરી વચ્ચે હાઇવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાશી છૂટ્યો હતો.અકસ્માત માં ફિગો ફોર મારુતિ માં સવાર જયેશભાઇ ઈશ્વરભાઈ રબારી ને ઘભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે જયેશભાઇ ઈશ્વરભાઈ રબારી ને મૃત જાહેર કરતા મૃતક જયેશભાઇ રબારી ની લાશ ને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી.જે બાદ નારણભાઇ જીવાભાઈ રબારી ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News