ડીસાના ગોઢા ગામ પાસે સર્જાયો અકસ્માત : ટ્રેક્ટર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈકના કુરચે કુરચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-20 11:37:45
  • Views : 423
  • Modified Date : 2021-12-20 11:37:45

ડીસા તાલુકાના ગોઢા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મોટા વાહનો ગફલતભર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને મોટા ભાગે બાઈક સવારો અત્યાર સુધી અનેક અકસ્માતો ના ભોગ બન્યા છે જેમાં અનેક લોકોની જિંદગી પણ આવા અકસ્માતોમાં મોતને ભેટી છે ત્યારે આવો એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના ગોઢા ગામ પાસે સર્જાયો હતો જેમાં ડીસા થી લાખણી તરફ જઈ રહેલા પાઇપો ભરેલા ટ્રેકટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ બાઈક સવારને અડફેટે લીધો હતો અને મીટર દૂર સુધી બાઈક સવાર ટ્રેક્ટર ની ટોલી નીચે ફસાઈ ગયો હતો જેથી તેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં બાઈક ના કુરચે કુરચા નીકળી ગયા હતા.

Download Our B K News Today App



Related News