કોડીનારમાં અંબુજા ફાટક નજીક અકસ્માત

  • Published By :
  • Published Date : 2022-09-21 15:31:25
  • Views : 312
  • Modified Date : 2022-09-21 15:31:25

ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા ફાટક નજીક ભયંકર થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. જયાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂલ રીક્ષાને અડફેટે લીધી છે. જેમાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત થયું છે. જયારે રીક્ષા ચાલક સહિત અંદાજીત 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જોકે ઈજાગ્રસ્તોને અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના પગલે વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News