ડીસામાં જલારામ મંદિર પાસેથી કાર ચોરોને નડ્યો અકસ્માત : સ્થાનિક લોકોએ સામાન્ય કારચાલક સમજી સારવાર અર્થે ખસેડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 12:46:39
  • Views : 260
  • Modified Date : 2022-08-23 12:46:39


ડીસામાં જલારામ મંદિર પાસેથી કારની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ચોર ભાગવા જતા રસ્તામાં ગાય આવી જતા કાર ચોરને અકસ્માત નડ્યો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોએ સામાન્ય કાર ચાલક સમજી સારવાર અર્થે થયો હતો જો કે સારવાર બાદ ચોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાહનચોરીઓની ઘટનાઓમાં ડીસા તેમ જ આજુબાજુના પંથકમાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગના વાહન ચોરો ડીસાના શહેરી વિસ્તારમાંથી ઉઠાંતરી કરતા નજરે પડી રહ્યા છે ડીસામાં આજે જલારામ મંદિર પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલ આગળ પાર્ક કરેલી ઇકો કારની ચોરી થઈ હતી. અજાણ્યો શખ્સ કાર ચોરીને રાધનપુર હાઇવે તરફ ભાગવા જતા ખિમાણા પાસે રસ્તામાં ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો.તેમજ અકસ્માત થતા કાર ફંગોળાઈને રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સામાન્ય કાર ચાલક સમજીને ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે સારવાર બાર ચોર ત્યાંથી ચોર મલુકપુર જવાનું કહી ફરાર થઈ ગયો હતો.હોસ્પિટલમાં સારવાર માટે જતો ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. ડીસા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News