ડીસા ભીલડી નેશનલ હાઇવે પર શિક્ષક ની ગાડીને નડ્યો અકસ્માત : કાર 20 ફૂટ ધસડાઈ સદનસીબે શિક્ષક પરિવારજનો આબાદ બચાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 11:05:01
  • Views : 306
  • Modified Date : 2022-07-19 11:05:01

ડીસા ભીલડી નેશનલ હાઇવે પર શિક્ષક ની ગાડીને નડ્યો અકસ્માત : કાર 20 ફૂટ ધસડાઈ સદનસીબે શિક્ષક પરિવારજનો આબાદ બચાવ.

 

ડીસા ભીલડી નેશનલ હાઇવે પર એક શિક્ષક ભીલડી થી તેના પરિવાર સાથે કારમાં ડીસા આવી રહ્યા હતા તે દરમિયાન પાછળ થી આવી રહેલા ટ્રેલર ચાલકે કાર ને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર 20 ફૂટ જેટલી ધસડાઈ હતી.પરંતુ સદનસીબે શિક્ષક પરિવારજનો નો આબાદ બચાવ થયો હતો.

 

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતા જનક વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ-વે હાલ વારંવાર સર્જાતા અકસ્માતને લઈ લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. ડીસા સહિત આજુબાજુના અનેક તાલુકાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક અકસ્માતો સર્જાયા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અનેક લોકોના ભોગ લેવાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માત ની ઘટના એક પછી એક સામે આવી રહી છે.ત્યારે આજે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી હતી.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો એક શિક્ષક આજે પોતાના પરિવાર સાથે કાર માં ભીલડી થી ડીસા આવી રહ્યો હતો.તે દરમિયાન ભીલડી રેલવે બ્રિજ પર એક પાછળ થી આવી રહેલા ટ્રેલર ચાલકે શિક્ષક ની કાર ને પાછળ થી જોરદાર ટક્કર મારી હતી. જેમાં કાર પલટી મારી હતી.અને અકસ્માત માં કાર 20 ફૂટ જેટલી ધસડાઈ હતી. અકસ્માત પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અને તાત્કાલિક કારમાં સવાર તમામ લોકોને બહાર નિકાળાયા હતા.પરંતુ સદનસીબે શિક્ષક પરિવાજનો આબાદ બચાવ થયો હતો...

Download Our B K News Today App



Related News