ડીસાના સરોવર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આગળ સર્જાયો અકસ્માત : બાઈક સવાર દંપતી ઘાયલ થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-17 11:30:57
  • Views : 2046
  • Modified Date : 2021-10-17 11:30:57

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શહેર તેમજ હાઇવે માર્ગો પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે ત્યારે આજે જુનાડીસા સાથે રહેતા વિરમાભાઈ જગસીભાઇ પુનડિયા અને તેમની પત્ની કેશરબેન વિરમાભાઈ પુનડિયા ડીસા થી કોટડા ભાખર પોતાનું બાઈક લઈ જતા હતા.ત્યારે ડીસા ના સરોવર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આગળ મેન હાઈવે પર ખાડામાં બાઈક પછડાતા બાઈક પર સવાર બંને પતિ-પત્ની રોડ પર પટકાયા હતા જેમાં કેસરબેન વિરમાભાઈ પુનડિયા ને ઇજા થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.કેસરબેન વિરમાભાઈ પુનડિયા ને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ સરકાર દ્વારા હાઈવે પર પડેલ ખાડા ને પૂરવા માટે સરકારે જાહેરાત કરી છે પરંતુ ડીસા શહેર ના તેમજ હાઇવેના જે માર્ગો છે તેના પર હજુ પણ ખાડા યથાવત્ છે જેના કારણે અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે હાઇવે પર પડેલા મોટા ખાડા ને હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવામાં આવે જેથી આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થતી અટકી શકે.

Download Our B K News Today App



Related News